BIRAJU BAROT

SAIYAR MORI RE – સૈયર મોરી રે…..ગુજરાતી લોકગીત

SAIYAR MORI RE – GUJARATI LOK GEET LYRICS

સૈયર મોરી રે … લોકગીત-SAIYAR MORI RE LYRICS


આ લોકગીતને અંહિથી સાંભળો…

સ્વર – બિરજુ બારોટ

લોકગીતની લંબાઇ-4.28 મિનિટ


આ એક ખુબજ સરસ લોકગીત છે,જેમાં એક સખી બીજી સખીને ઉલ્લેખીને કહે છે કે હે સૈયર મોરી મારો સાયબો ક્યારે આવશે.અને એ પ્રસંગે  ભગવાન શ્રીકૃષ્ણનાં અવતરણ સાથે જોડીને પોતાનાં પિયુની વાટ જુએ છે.જેમાં કહેવામાં આવે છે કે પિયુજી સાતમને સોમવારે અને આઠમની મધરાતે આવશે.અને તેમાં ઉતારા,દાંતણ,નાવણ,ભોજન તેમજ પોઢણની વાત વણીને આવનાર પિયુજીની તમામ જરૂરીઆતો ખ્યાલ રાખવામાં આવ્યો છે.


સૈયર મોરી રે ચાંદાને પછવાડે,

સુરજ કયારે ઉગશે રે લોલ,

સૈયર મોરી રે આવડા હેત નવ કરીએ,

હૈયામાં હોળી બળે રે લોલ ….. સૈયર મોરી રે…


સૈયર મોરી રે ઉતારાનો કરનારો,

જાદવ રાય ક્યારે આવે રે લોલ,

આવશે સાતમને સોમવારે,

આઠમની મધરાતે લોલ …..સૈયર મોરી રે ….


સૈયર મોરી રે દાતણનો કરનારો,

જાદવ રાય ક્યારે આવે રે લોલ,

આવશે સાતમને સોમવારે,

આઠમની મધરાતે લોલ …..સૈયર મોરી રે ….


સૈયર મોરી રે નાવણનો કરનારો,

જાદવ રાય ક્યારે આવે રે લોલ,

આવશે સાતમને સોમવારે,

આઠમની મધરાતે લોલ …..સૈયર મોરી રે ….


સૈયર મોરી રે ભોજનનો કરનારો,

જાદવ રાય ક્યારે આવે રે લોલ,

આવશે સાતમને સોમવારે,

આઠમની મધરાતે લોલ …..સૈયર મોરી રે ….


સૈયર મોરી રે પોઢણનો કરનારો,

જાદવ રાય ક્યારે આવે રે લોલ,

આવશે સાતમને સોમવારે,

આઠમની મધરાતે લોલ …..સૈયર મોરી રે ….


આ લોકગીતને અંહિથી ડાઉનલૉડ કરો…

MP3 FILE – 1.09 MB

CLICK HERE TO DOWNLOAD


SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago