BHAJAN SANTVANI SAKHI
SAKHI – 30
BHAJAN SAKHI IN GUJARATI
સાખીઓ
સાખીઓ સંતવાણીની
સાખીઓ-દાસ સવો
કરે સહાય કિરતાર,અગનમાં આંચ ન આવે,
કરે સહાય કિરતાર,ઝેર અમૃત થઇ જાવે,
કરે સહાય કિરતાર,શત્રુ શીશ નમાવે,
કરે સહાય કિરતાર,દુષ્ટ નડે નહીં દાવે,
કરે સહાય કિરતાર,રાંકને રિદ્ધિ આપે,
કરે સહાય કિરતાર,બંધ બેડીઓ કાપે,
કરે સહાય કિરતાર,ભિખારી ભુપત થાપે,
કરે સહાય કિરતાર,ખડગની ધાર ન કાપે,
દિનોનાથ દયાળ છે,શું વખાણ તેના કરવા,
સદગુરુ પ્રતાપે સવો કહે,દુરીજનથી ડરતા રહો.
સવા ભગતની સાખીઓ,સંતવાણી ભજન સાખીઓ,SANTVANI SAKHI,SANTVANI DHAM