SANTVANI SAKHI
SAKHI – 29
BHAJAN SAKHI
સાખીઓ- સાત સલામની
ગુજરાતી સાખીઓ
સવા બાપાની સાખીઓ
પેલી સલામ પૃથ્વીને કરીએ,જેની પીઠ પર પગ દઇ ફરીએ,
કરું પરિક્રમા શીર નમાવી,સવા શેર માટીની કાયા બનાવી. (1)
બીજી સલામ કરૂં અન્ન-જળ-અગ્નિ,જીવ્યા દોરી છે ઇ સબ જગની,
આપની સૃષ્ટ્રી આપને ખાવે,બીજી સલામ કરું મન ભાવને.(2)
ત્રીજી સલામ કરું ત્રિકાળા , ચંદ્ર ભાણ મોટા મહિ પાળા,
આપ સૃષ્ટ્રીમાં કરો અંજવાળા,ત્રીજી સલામ કરું ત્રિકાળ.(3)
ચોથી સલામમાં ચારે ખાણી,એક બીજની જગત બંધાણી,
અવિનાશી પરખો છે એમાં,ચોથી સલામનો મોટો મહિમા. (4)
પાંચમી સલામ પહાડ વન ખંડી,જેને વેઠી તાતીને ઠંડી,
શરીર વેરાઇ સેવકાઇ કિધી,પાંચમી સલામે રહો સૌ રીઝી. (5)
છઠ્ઠી સલામ કરું સત વાચા,મન કર્મ વચનુના સાચા,
સત ચિત્ત આનંદ રહે એક રંગા,છઠ્ઠી સલામ કરું ગત ગંગા.(6)
સાતમી સલામ શેષને છેલ્લી,પૃથ્વીનો ભાર રહ્યા છે ઝીલી,
સકળ સૃષ્ટ્રી વસે તમ માથે તો,સાત સલામ કરું બે હાથે.(7)
દ્રષ્ટા દ્રષ્ટા અલખ તું એકી,સાત સલામ કરી એમ દેખી,
આપને સલામ કરી છે આપે,સવો એમ ગુરુ માપ અમાપે.(8)