SANTVANI SAKHI
SAKHI – 25
BHAJAN SAKHI
સાખીઓ
સંતવાણી-સાખીઓ
ગુજરાતી સાખીઓ
(1)
સફલ કરી લે જિંદગી, મળિયો માનવ દેહ,
આવીને સંસારમાં,સાચું સમજી લેહ.
(2)
આખર અંહિથી એક દિન,જવાનું નિશંક,
કરમી ધરમી કોઇ પણ,રહ્યા ન રાજા રંક.
(3)
ઘડપણ તો ઘેરી વળ્યું,થયા ન પુરા કોડ,
અણધારીયું ઉપાધિયું,છોડ છોડ તું છોડ.
(4)
બાગ બગીચા બંગલા,ઉજળા દુધ અનેક,
જાવું છે જગ છોડીને,આખર એકાએક.
(5)
નારીની નિંદા કદી,કરશો નહીં જન કોય,
નારીથી સંસારની,હસ્તી કાયમ હોય.
(6)
મે અબુઝ અજ્ઞાની પર,કરી કૃપા ગુન ખાન,
ઉત્તમ દિધું આચરન,ગુરુવર કૃપા નિધાન.
(7)
સહુને મળે સરખું મળે,કરો ન ધોરણ ભંગ,
ભેદ ભાવ સમુળા તજી,રાખો એક જ રંગ.
(8)
વિકટ સમે ન વાપરે,દેવે દિધેલ દામ,
સુમ તણી એ સંપતિ,કેને ન આવે કામ.