સાનમાં એક સમાન ગુરુજીની કહું પાનબાઈ, જેથી ઉપજે અતિ આનંદ,
સિદ્ધ અનુભવ જેને ઉરમાં પ્રગટે,
તેને મટી જાય માયા કેરો ફંદ….. ટેક….
ચૌદ લોકથી વચન છે ન્યારું,
તમે તેની કરી લો ઓળખાણ,
યથાર્થ બોધ વચનનો જાણતાં,
મટી જાય મનના તાણા વાણ…. સાનમાં એક….
વચન થકી ચૌદ લોક રચાણા,
વચન થકી ચંદા અને સૂર,
વચન થકી માયાને મેદની,
વચન થકી વરસે સાચાં નૂર….. સાનમાં એક…..
વચન જાણ્યું એને સર્વે જાણ્યુ,
તેને કરવું પડે નહિ બીજું કાંઈ,
ગંગા સતી એમ બોલિયા પાનબાઈ,
એને નડે નહીં માયાની છાંટ…. સાનમાં એક…..
ITANA TO KARANA SWAMI-BEST BHAJAN
આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…