SANTVANI BHAJAN-આવો આવો ગુરૂજી આવો
આવો આવો ગુરૂજી આવો,આવો પ્રભુજી આવો,
મારે મહેલો પધારો હો …. ટેક
દાસી જાણીને ઓ દયાળું,દિલને દિલમાં લાવો,
મુજ અબળાને ઓ વાલમજી,આવીને તો રીજાવો,
સાચા સ્વામિ છો મારા,સાચી લગાવ વાળા,
મને પ્રેમથી બોલાવો ….ગુરૂજી આવો…..
વાલા વિના દિન રાત ન જાય, હું તો રોઇ રોઇ થાકી,
વિરહ તણો દુઃખ દયો નહીં ગુરૂજી,મારી અરજી ઉર લ્યો તાકી,
મારી સુધ બુધ સર્વ વ્યાકુળ નહીં કીજે,
હવે શરણે સમાવો …… ગુરૂજી આવો …..
આપ શરણમાં પ્રેમ ઘણેરો,એને શું જાણે દુનિયા નઠારી,
કૃપા કરીને આવો મંદિરીયે,સાવ મુજને કેમ વિસારી,
આપ સરીખો તે કોઇ થયો નહી થાશે,
હવે ગહનને નિભાવો ….. ગુરૂજી આવો …..