Categories: BHAJANSANTVANI

SATGURU TAME MARA TARANHAR

SATGURU TAME MARA TARANHAR- BHAJAN – SANTVANI GUJARATI


સતગુરૂ તમે મારા તારણહાર – સંતવાણી ભજન

રચનાઃડુંગરપુરી


SATGURU TAME MARA TARANHAR -આ ભજન ભક્ત કવિ ડુંગરપુરી દ્વારા રચવામાં આવ્યું છે,જેમાં તેઓએ ગુરૂ મહિમા વર્ણવ્યો છે.તેઓ આ સંસાર રૂપી માયાજાળમાંથી છુટવા માટેનો એક રસ્તો સતગુરૂને માને છે.આ જગતમાં ધણી બધી તકલીફો ભરેલી છે ,ત્યારે તેમાં મુક્તિ અપાવનાર કોઇ હોય તો તે માત્ર સદગુરૂ જ છે.

આ ભજનને અંહીથી સાંભળો.

સ્વરઃ લલિતાબેન ઘોડાદ્રા


સતગુરુ ! તમે મારા તારણહાર

હરિ ગુરુ ! તારણહાર

આજ મારી રાંકની અરજું રે

પાવન ધણી સાંભળજો ગુરુજી એહોજી


 કેળે રે કાંટાનો હંસલા ! સંગ કર્યો ગુરુજી !

કાંટા કેળું ને ખાય .. કાંટા કેળું ને ખાય ..

આજ મારી રાંકની અરજું રે

પાવન ધણી સાંભળજો ગુરુજી એહોજી


સતગુરુ ! તમે મારા તારણહાર….

 આડા રે ડુંગર ને વચમાં વન ઘણા ગુરુજી !

એ જી રે આડી કાંટા કેરી વાડ .. આડી કાંટા કેરી વાડ ..

આજ મારી રાંકની અરજું રે

પાવન ધણી સાંભળજો ગુરુજી એહોજી


સતગુરુ ! તમે મારા તારણહાર….ઊંડા રે સાયર ને હંસલા ! નીર ઘણાં ગુરુજી !

એ જી બેડી મારી કેમ કરી ઊતરે પાર ?

આજ મારી રાંકની અરજું રે

પાવન ધણી સાંભળજો ગુરુજી એહોજી


સતગુરુ ! તમે મારા તારણહાર….

 ગુરુના પ્રતાપે ડુંગરપુરી બોલીયા ગુરુજી !

એ જી દેજો અમને સાધુ ચરણે વાસ

આજ મારી રાંકની અરજું રે

પાવન ધણી સાંભળજો ગુરુજી એહોજી

સતગુરુ ! તમે મારા તારણહાર….


આ ભજનની MP3 FILE અંહીથી ડાઉનલૉડ કરો.

CLICK TO DOWNLOAD


સંતવાણી ભજન,દેશી ભજન,સંતવાણી,SANTVANI DHAM,GUJARATI BHAJAN LYRICS

APARAM PAR PRABHU – અપરમ પાર પ્રભુ અવગુણ


 

SANTVANI DHAM

Recent Posts

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 month ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 month ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

2 months ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

5 months ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

6 months ago

ક્રિષ્ના બનકે મત આના – ભજન સંતવાણી

ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…

6 months ago