આ ભજનને અંહિથી સાંભળો …
સ્વરઃ હરસુખગીરી ગોસ્વામી
ભજનની લંબાઇઃ 20.51 મિનિટ
SATI TORAL NU VAYAK –આ ભજનની રચના સાસટીયા કાઠીએ કરી છે.જે એક સમયે ચોર લુંટારો હતો,પણ સતી તોરલનાં સંસર્ગમાં આવતાંથી તેમાં પરીવર્તન આવ્યું અને પોતે એક સંત બની ગયાં.કહેવાય છે ને કે સંત સાધુની સોબતથી હમેંશા જીવન બદલાય જતું હોય છે.અંહિ જ્યારે સતિ તોરલ આ સંસારમાંથી વિદાય લઇ રહ્યાં છે ત્યારે આ ભજનની રચના થઇ છે,તેમાં કેટલાંક રૂપકોનો ઉપયોગ કરીને આજનાં સમાજને સમજાવવામાં આવ્યા છે.
વાયક આવ્યાં સંતો દો જણા રે,
ત્રીજું કેમ રે સમાય,
પંથ રે ઘણોને જાવું એકલું ,
જી રે પારો કેમ રે ચલાય,
શબ્દોના બાંધ્યા સંતો શું કરે,
પુરા કોઇ સાધ હોય ત્યાં મળીયે ….. ટેક
સોનલા કટારી સતીએ કર ધરી,
પાળી મારી છે પેટ,
કુંખ રે વરોંધી કુંવર જનમીયા,
જનમ્યા માજમ રાત …. શબ્દોના બાંધ્યા ….. (1)
હીરની દોરીનો બાંધ્યો હિંચકો,
બાંધ્યો આંબા કેરી ડાળ,
પવન હિલોળા બાલુડા ને નાખશે,
રક્ષા કરે દિનો નાથ …. શબ્દોના બાંધ્યા ….. (2)
બાઇ રે પડોશણ તને વિનવું,
રોતા રાખો છાનાં બાળ,
અમારે જાવું ધણીનાં વાયકે,
તમારા કે શું જા જા જુવાર …. શબ્દોના બાંધ્યા …. (3)
ત્યાંથી તોળી રાણી ચાલ્યા,
આવ્યા વનરા મોજાર,
વનમાં વસે એક વાંદરી,
ઠેકે મોટેરા જો ઠેક ….. શબ્દોના બાંધ્યા …. (4)
ત્યારે તોળી રાણી બોલીયાં,
સાંભળો વનની નાર,
ઉરે વળગારી તારા બચલાં,
રખે ન ભુલવાતી ના ઠેક ….. શબ્દોના બાંધ્યા ….. (5)
મારા બચલાં મારી ઉરમાં,
તોરલ તારા તું સંભાળ,
કોલિયા અન્નને કારણે,
પુત્ર બાંધ્યો આંબા ડાળ …… શબ્દોના બાંધ્યા …. (6)
પુત્રને સાંભળીને પાનો ચડીયો,
અંગડે વ્યાપી પીડ,
થાન રે હતા તે સતીના થરથર્યા,
પડતા છોડ્યા જોડા પ્રાણ …. શબ્દોના બાંધ્યા …. (7)
જેસલે ગાંઠડી ઉપાડીને,
ચાલ્યા ધણીને દ્વાર,
ગત ગંગા તમને વિનવું,
પડતાં છોડ્યા તોરલે પ્રાણ …. શબ્દોના બાંધ્યા …. (8)
ગરથ ગાંઠડી ઉપાડીને ,
ઉઠો તમે તોરલ નાર,
તમે રે જાગો તો જામો જાગશે,
બોલ્યા જેસલ રાય …. શબ્દોનાં બાંધ્યા …. (9)
ગાય રે શીખે ગુણે સાંભળે,
તેનો હોજો વૈકુંઠ વાસ,
સાસટીયા કાઠીની વિનંતી,
જાગ્યા તોરલ દે નાર …. શબ્દોના બાંધ્યા …. (10)
અંહિથી આ ભજનને ડાઉનલૉડ કરો …
MP3 FILE : 4..99 MP
વેલેરા પધારો હરી સંતોની વારે -ભજન
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…
ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…