SAVARA RE MANDAP MA MARO – અંહિ સંત કવિએ બે શબ્દો પર ભાર મુક્યો છે એક મંડપ અને બીજો સાયબો.જેમાં મંડપ એ આપણું શરીર કે દેહ કહ્યો છે,જ્યારે સાયબો એટલે આપણો આતમ.અંહિ મળેલ જન્મારાને સુધારવાની વાત શીલદાસ દ્વારા કરવામાં આવી છે.પોતાનાં જીવનને સુધારવા ભજન – ભક્તિ કરવી અને સતત શ્રી હરીનાં સાનિધ્ય રહિને પોતાનાં કાયા રૂપી મંડપને શણગારવો કે ઉજ્જવળ બનાવવાની વાત કરી છે.
એ જી રે વીરા રે સવરા રે મંડપમાં મારો સાયબો બિરાજે,
આવો આવોને મુનિવર આપણે મળિએ જી રે હાં …… ટેક
એ જી રે વીરા મન કરમ વચને માન મેલીને,
આપણે ગત રે ગંગામાં જઇને ભળીએ રે હાં ….. એ જી રે વીરા…. (1)
એ જી રે વીરા સંતો મુક્તિનો મારગ તો મોટા જન જાણે,
એ તો પરમારથના પુરા રે હાં …. એ જી રે વીરા….. (2)
એ જી રે વીરા ઓથે રે આવે રે આવે એને અભેદાન આપે,
એ તો સત રે ધરમના શુરા રે હાં …. એ જી રે વીરા …. (3)
એ જી રે વીરા નકલંક રૂપી નામ ગુરૂજીનાં,
એ તો આગમ તણી ગમ આપે હાં રે …. એ જી રે વીરા….. (4)
એ જી રે વીરા કરીને કોડ જનમનાં,
એવા બંધ કે કર્મના કાપે રે હાં ….. એ જી રે વીરા ….. (5)
એ જી રે વીરા સવરા મંડપના ચરણામૃતને,
કંઇક મહેશ્વર જેવા જાણે રે હાં ….. એ જી રે વીરા …. (6)
એ જી રે વીરા પાર્વતીની પાસે ઇશ્વર બોલ્યાં,
એના વારે વારે વખાણે રે હાં ….. એ જી રે વીરા ….. (7)
એ જી રે વીરા સાત સાત સાયરને અઠસઠ તીરથ,
એક બીજ રે બરાબર નાવે રે હાં ….. એ જી વીરા ….. (8)
એ જી વીરા પ્રથમ પાર્વતી શિવજીને પુછે,
તેનું અચરજ અમને આવે રે હાં ….. એ જી રે વીરા ….. (9)
એ જી રે વીરા અનભે દાતાને અનભે ભક્તિ,
એવા અનભે અલખને આરાધે રે …. એ જી રે વીરા ….. (10)
એ જી રે વીરા શીલદાસ કહે સવરા મંડપમાં,
તમે લક્ષ રે અલખનો લીધો રે હાં ….. એ જી રે વીરા ….. (11)
સોનલા વાટકડી ને -SONALA VATAKADI NE
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…
ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…