સેવા મારી માની લેજો‚
સ્વામી રે સૂંઢાળા રે‚ ગુણપતિ દેવા રે‚
પૂજા મારી માની લેજો‚
સ્વામી રે સૂંઢાળા રે‚ ગુણપતિ દેવા રે ;
ખોલો મારા રૂદિયાનાં તાળા‚
તોડો મારા કબુદ્ધિનાં ઝાળાં રે જી…
જળ રે ચડાવું દેવા !
જળ નથી ચોક્ખાં રે‚ હો જી…
ઈ જળ ઓલી માછલીએ અભડાવ્યાં રે….
સેવા મારી માની લેજો…
ફુલડાં રે ચડાવું દેવા !
ફુલ નથી ચોક્ખાં રે‚ હો જી…
ઈ ફુલ ઓલ્યે ભમરલે અભડાવ્યાં રે….
સેવા મારી માની લેજો…
દૂધ રે ચડાવું દેવા !
દૂધ નથી ચોક્ખાં રે‚ હો જી…
ઈ દૂધ ઓલ્યાં વાછરડે અભડાવ્યાં રે…
સેવા મારી માની લેજો…
ચંદન ચડાવું દેવા !
ચંદન નથી ચોક્ખાં રે‚ હો જી…
ઈ ચંદન ઓલ્યા ભોરીંગે અભડાવ્યાં રે…
સેવા મારી માની લેજો…
ભોજન ચડાવું દાતા !
ભોજન નથી રે ચોક્ખાં રે‚ હો જી…
ઈ ભોજન ઓલી માખીએ અભડાવ્યાં રે…
સેવા મારી માની લેજો…
મછંદરનો ચેલો જતિ
ગોરખ બોલ્યા રે‚ હો જી…
આ પદ ખોજે‚ સોઈ નર પાયા રે…
સેવા મારી માની લેજો…
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…
ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…