Categories: RAS

SHERI VALAVI SAJ KARU GHARE AAVO NE….-

GUJARATI RAS LYRICS

GUJARATI RAS:04

SHERI VALAVI SAJ KARU GHARE AAVO NE….

ગુજરાતી રાસ ગીત

કૃષ્ણ રાસલીલાનો સુંદર રાસ

શેરી વળાવી સજ કરૂ ઘરે આવોને…..

શેરી વળાવી સજ કરું ઘરે આવોને,
આંગણીયે પથરાવું ફુલ,મારે ઘેર આવોને,
શેરી વળાવી સજ કરું ઘરે આવોને……(1)
ઉતારા દેશું ઓરડા હરી આવોને,
તમને દેશું મેડીનાં મોલ, હરી ઘેર આવોને,
શેરી વળાવી સજ કરું ઘરે આવોને….(2)
દાતણ દેશું દાડમી હરી આવોને,
તમને દેશું કણેરી કામ,હરી ઘેર આવોને,
શેરી વળાવી સજ કરું ઘરે આવોને…(3)
નાવણ દેશું કૂંડીયું હરી આવોને,
તમને દેશું જમનાના નીર,હરી ઘેર આવોને,
શેરી વળાવી સજ કરું ઘરે આવોને…(4)
ભોજન દેશું ભાવતાં ઘરે આવોને,
તમને દેશું કઢીયલ દુધ,હરી ઘેર આવોને,
શેરી વળાવી સજ કરું ઘરે આવોને…(5)
પોઢણ દેશું ઢોલીયા ઘરે આવોને,
તમને દેશું હિંડોળા ખાટ,હરી ઘેર આવોને,
શેરી વળાવી સજ કરું ઘરે આવોને…(6)
નરસિંહ મહેતાના સ્વામી શામળા ઘરે આવોને,
અમને તેડી રમાડ્યાં રાસ,હરી ઘેર આવોને,
શેરી વળાવી સજ કરું ઘરે આવોને…(7)
શેરી વળાવી સજ કરું ઘરે આવોને,
આંગણીયે પથરાવું ફુલ,મારે ઘેર આવોને,
શેરી વળાવી સજ કરું ઘરે આવોને……

NARSINH MAHETA RACHIL KRISHNA RAS,SANTVANI DHAM,ગુજરાતી રાસ ,નરસિંહ મહેતા રચિત શ્રીકૃષ્ણ રાસ

 

 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago