SHYAM VINA VRAJ SUNU LAGE…. – GUJARATI BHAJAN
શ્યામ વિના વ્રજ સુનું લાગે…..
રચનાઃ મીરાબાઇ
શ્યામ વિના વ્રજ સુનું લાગે,સુનું લાગે વ્રજ સુનું લાગે,
ઓધા હમકો ન ભાવે રે, શ્યામ વિના વ્રજ સુનું લાગે…….શ્યામ વિના….
વિકટ દિસે છે યમુના કિનારો,વસમો લાગે વનરાવન સારો..(2)
અતિ તલખે જીવ હમારો,મોહન કૌન મિલાવે રે……શ્યામ વિના……
ચિત્ત હમારો ગયો ચુરા કે, મોહન મીઠી રૈન બજાકે..(2)
પહલે હમસે પ્રિતી લગાકે,રઝળતી મેલી માવે રે……શ્યામ વિના…..
હાલ હમારા શ્રીકૃષ્ણજી કો કીજે,યાદવ રાય કો સંદેશા દીજે ..(2)
હમ રંક પર રીસ ન કિજે,કરૂણા સિંધુ કહાવે રે….શ્યામ વિના……
રોવન લાગી વ્રજની નારી,સકળ જગકે કાજ બિહારી..(2)
મૈં તો પ્રભુ કે ચરન બલિહારી,દિલમેં ધ્યાન લગાવે રે…..શ્યામ વિના……
શ્યામ વિના વ્રજ સુનું લાગે,સુનું લાગે વ્રજ સુનું લાગે,
ઓધા હમકો ન ભાવે રે, શ્યામ વિના વ્રજ સુનું લાગે…….શ્યામ વિના….