SUDAMAJI KRUSHNA NE KAHE – ગુજરાતી સંતવાણી
સુદામો કૃષ્ણજીને કહે છે રે ….. SANTVANI BHAJAN GUJARATI
રચનાઃ પીંગળશી ગઢવી
SUDAMAJI KRUSHNA NE KAHEઆ ભજન ખુબજ અદભુત રીતે રચાયું છે,જેમાં ભાઇબંધીને જીવંત કરવામાં આવી છે.ભજનના રચિયતા પીંગળશીએ ભગવાન કૃષ્ણ અને સુદામાજીની મિત્રતાને આ ભજનમાં શબ્દદેહથી આકાર આપવાનો પ્રયત્ન કર્યો છે. જેમાં સુદામા જ્યારે ભગવાન કૃષ્ણને મળવા જાય છે,ત્યારે તે ભગવાન કનૈયાને ઠપકો આપે છે કે હે મોટા મોટામા મહેલમાં રહેવાવાળા તું એક તારા લંગોટીયા ગરીબ ભાઇબંધની મિત્રતાને ભુલીશ નહી.ખુબજ સરસ રીતે શબ્દોથી મઢીને દુનિયા ભાઇબંધીના એક અદભુત ઉદાહરણને પ્રસ્તૃત કર્યુ છે.
આ ભજનને અંહીથી સાંભળો..
સ્વરઃ રામદાસ ગોંડલિયા
સુદામો કૃષ્ણજીને કહે છે કે,
ભાઇબંધી મારી ભુલમાં રે ….. ટેક
પહેરવા નથી પોતડી,
ને દળવા નથી દાણા,
ઓઢ્યા રે વિનાના પડ્યા છે ઉઘાડા,
બાળક નાના ધૂળમાં રે ….. સુદામોજી …..
સોવા નથી સુપડું,
ને જોવા જેવું છે ઝુંપડું,
વાલા તારે સવારે ઉઠીને,
નિત ખાવા ચોળેલા ચુરમા રે ….. સુદામોજી ….
એક રે ઘડીએ આપણે,
નોખા નોખા નોતા પડતા,
આ તો જુગો જુગ વીત્યા રે,
સામું ન જોયું તે શામળા રે ….. સુદામો જી …..
પીંગળશી કહે પ્રભુ,
હવે બધી આળસ ઉડાડી,
લંગોટીયા ભેરુની ખબરું લેજે,
કરમી તું પાક્યો જાદવ કુળમાં રે ……. સુદામોજી ……
આ ભજનની MP3 FILE અંહીથી ડાઉનલૉડ કરો…
SANTVANI DHAM,GUJARATI BHAJAN LYRICS
PRITAM VAR NI CHUNDADI – પ્રીતમ વરની ચુંદડી