PRABHATIYA

SUKH DUKH MAN MA NA – સુખ દુઃખ મનમાં ન આણીએ

SUKH DUKH MAN MA NA ANIYE – JUNA BHAJAN

SANTVANI – PRABHATIYA


સુખ દુઃખ મનમાં ન આણીએ-પ્રભાતિયું ભજન

રચનાઃ નરસિંહ મહેતા


સુખ દુઃખ મનમાં ન આણીએ,

ઘટ સાથે રે ઘડિયાં,

ટાળીયા તે કોઇનાં નવ ટળે,

રઘુનાથનાં જડિયાં…. ટેક


નળ રાજા સરખો નર નહીં,

જેની દમયંતી રાણી,

અર્ધે વસ્ત્ર વનમાં ભમ્યાં,

ન મળ્યાં અન્ન ને પાણી….. સુખ દુઃખ મનમાં…..


પાંચ પાંડવ સરખાં બંધવા,

જેને દ્રૌપદી રાણી,

બાર વરસ વન ભોગવ્યાં,

નયણે નિંદ્રા ન આણી….. સુખ દુઃખ મનમાં…‌‌


સીતા સરખી સતી નહીં,

જેના રામજી સ્વામી,

રાવણ તેને હરી ગયો,

સતી મહાદુઃખ પામી….સુખ દુઃખ મનમાં….


રાવણ સરખો રાજિયો,

જેની મંદોદરી રાણી,

દસ મસ્તક છેદાઇ ગયા,

બધી લંકા લૂંટાણી…. સુખ દુઃખ મનમાં….


હરિશ્ચંદ્ર રાય સતવાદિયો,

જેની તારામતી રાણી,

જેને વિપત્તિ બહુ પડી,

ભર્યાં નીચ ઘેર પાણી….. સુખ દુઃખ મનમાં…..


શિવજી સરખા સાધુ નહીં,

જેની પાર્વતી રાણી,

ભોળવાયા ભીલડી થકી,

તપમાં ખામી ગણાણી…. સુખ દુઃખ મનમાં….


એ વિચારી હરિને ભજો,

તે સહાય જ કરશે,

જુઓ આગે સહાય ઘણી કરી,

તેથી અર્થ જ સરશે…. સુખ દુઃખ મનમાં…


સર્વ કોઇને જ્યારે ભીડ પડી,

સમર્યા અંતરયામી,

ભાવટ ભાંગી ભૂધરે,

મહેતા નરસૈયાના સ્વામી….. સુખ દુઃખ મનમાં….


SANTVANI DHAM,BHAJAN GEET,સંતવાણી ભજન,ભજન ગ્રંથ

SAT NA DHINGANE SANTO – સતના ધિંગાણે સંતો


SANTVANI DHAM

Share
Published by
SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago