BHAJAN

SUKH MA VISARU TANE – સુખમાં વિસરૂ તને,દુઃખમાં યાદ

SUKH MA VISARU TANE – BEST GUJARATI BHAJAN LYRICS


સુખમાં  વિસરું તને,દુઃખમાં હું યાદ… ગુજરાતી ભજન

રચનાઃપુનિત મહારાજ


SUKH MA VISARU TANE-આ ભજન સંત શ્રી પુનિત મહારાજ દ્વારા રચાયેલું છે.જેમાં માનવ સ્વભાવની એક આગવી ઝલક રજુ કરવામાં આવી છે. કે જ્યારે માણસ પાસે સુખ સાયબી હોય છે ત્યારે તેને ઇશ્વર યાદ નથી આવતો.બસ તેનાં ખુમારમાં એ અભિમાનમાં રાચતો હોય છે.પણ જેવું દુઃખ પડે એટલે બસ પ્રભુની પાછળ પડી જાય છે.હે ભગવાન મને આમાંથી ઉગાર.મને બચાવ.માણસ પાસે પૈસા હોય ત્યારે ખુબ અભિમાન આવી જાય છે.યૌવન હોય ત્યારે પાપ કરતાં પાછુ વાળું નથી જોતો.કોઇ બે-ત્રણ સાથીનો સંગાથ હોય ત્યારે ફુલો ફુલાતો નથી ,પણ જેવી તકલીફ પડવાની શરૂઆત થાય એટલે તરતજ ધ્યાન ભગવાન તરફ જાય છે.



સુંખમાં વિસરૂ તને,દુઃખમાં હું યાદ કરૂં,

જ્યારે મુશ્કેલી આવી પડે,ત્યારે તને યાદ કરૂ …… ટેક


મુડી હોય જ્યારે બે પૈસાની,

બની જાવું ત્યારે બહુ અભિમાની,

જ્યારે ખાવાનાં સાંસા પડે,

ત્યારે તને યાદ કરૂં …… સુખમાં વિસરૂં તને …..


યૌવન જ્યારે અંગે છલકે,

પાપ કરતાં તારું મુખડુ મલકે,

જ્યારે કાયામાં કીડા પડે,

ત્યારે તને યાદ કરૂં ……… સુખમાં વિસરૂં તને …..


સાથે હોય જ્યારે બે સંગાથી,

ગજ ગજ ફુલે છાતી મારી,

જ્યારે એકલડા મરવું પડે,

ત્યારે તને યાદ કરૂં ……. સુખમાં વિસરૂં તને ……


માત- પિતા સુત બાંધવ તારા,

અંત સમયે કોઇ નહીં થનારા,

પુનિત જ્યારે કાનમાં શબ્દો પડે,

ત્યારે તને યાદ કરૂં …… સુખમાં વિસરૂં તને …..



SANTVANI BHAJAN ,GUJARATI BHAJAN LYRICS

MANAV NADE CHHE – માનવ નડે છે માનવીને


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago