કંકુ છાંટી કંકોતરી મોકલો – LAGNA GEET
કંકુ છાંટી કંકોતરી મોકલો – લગ્ન ગીત KANKU CHHANTI KANKOTARI MOKALO કંકુ છાંટી કંકોતરી મોકલો, એમાં લખજો બેનીના નામ રે, લગન આવ્યાં ઢુંકડા… બેનનાં દાદા આવ્યા ને દાદી આવશે, બેનના માતાનો હરખ ન માય રે, લગન આવ્યા ઢુંકડા …. બેનનાં કાકા આવ્યા ને કાકી આવશે, બેનના ફૈબાનો હરખ ન માય રે, લગન આવ્યા ઢુંકડા …….