હાલોને કીડીબાઇની જાનમાં- સંતવાણી ભજન
હાલોને કિડીબાઇની જાનમાં – સુપ્રસિદ્ધ ભજન કીડી બિચારી કીડલી રે, કિડીના લગનીયા લેવાય, પંખી પારેવડાને નોતર્યા, એ કિડીને આપ્યા સનમાન, હાલોને કિડીબાઇની જાનમાં ….. (1) મોરલે બાંધ્યો રૂડો માંડવો રે, ખજુરો પીરસે ખારેક, ઘુવડે ગાયા રૂડા ગીતડાં, એ પોપટ પીરસે પકવાન, હાલોને કિડીબાઇની જાનમાં …. (2) મકોડાને મોકલ્યો માળવે રે, લેવા માલવીયો ગોળ, મકોડો કેડેથી…