ગુજરાતી લગ્નગીત-નગર દરવાજે સાંઢણી ઝોકારો
ગુજરાતી લગ્નગીત – નગર દરવાજે સાંઢણી ઝોકારો NAGAR DARWAJE SANDHANI ZOKARO …. GUJARATI LAGNA GEET નગર દરવાજે સાંઢણી ઝોકારો માણારાજ, મારું દલ રીઝે માણારાજ …. સાંઢણીએ મશરૂ મંગાવો માણારાજ, મારું દલ રીઝે માણારાજ …. મશરૂનાં વીરના વાઘા સિવરાવો માણારાજ, મારું દલ રીઝે માણારાજ …. લાડલીની છાબ ભરાવો માણારાજ, મારું દલ રીઝે માણારાજ …. નગર દરવાજે…