KIRTAN LYRICS IN GUJARATI
KIRTAN-09
કિર્તન ગુજરાતી
કિર્તન-ભજન
તાળી પાડીને રામ નામ બોલજો રે…..
તાળી પાડીને રામ નામ બોલજો રે,
તમે અંતરના પડદા ખોલજો રે…તાળી પાડીને…(1)
તાળી પાડી નરસિંહ મહેતા નાગરે રે,
વહાલે હુંડી સ્વિકારી કોરા કાગળે રે….તાળી પાડીને… (2)
તાળી પાડી મીરાબાઇ રાણીએ રે,
એના ઝેર પીધા સારંગ પાણીએ રે…તાળી પાડીને …. (3)
તાળી પાડી શગાળશા વાણીયે રે,
એણે ચેલૈયો ખાંડ્યો તો ખાણીએ રે…તાળી પાડીને…(4)
તાળી પાડીને રામ નામ બોલજો રે,
તમે અંતરના પડદા ખોલજો રે…તાળી પાડીને…
SANTVANI DHAM,SANTVANI KIRTAN