Categories: BHAJANSANTVANI

TAME VISHVASU NAR NE KA VEDO-BHAJAN

DESHI SANTVANI

TAME VISHVASU NAR NE NA VEDO MANA RAJ RE…..

BHAJAN LYRICS


 

ભજન-33

તમે વિશ્વાસુ નરને ના વેડો મારા રાજ રે….

તમે વિશ્વાસુ નરને ના વેડો મારા રાજ રે,
આ નર રે નુગરાની સાથે નેડલો ના કરીએ રે જી,
ધણી તારા નામનો રે પાઠ મંડાણો રે જી,
અને એની ઝળહળ જ્યોત જલે….મારા રાજ રે..
હાચા ખોટા  બોલીએ તો આવે મંદિરીયે રે જી,
એ તો ઊભી રે બજારોમાં મ્હાલે ….મારા રાજ રે…
હંસલો ને બગલો બેઉ એક જ રંગના રે જી,
એ તો બેઠા સરોવરની પાળે ….મારા રાજ રે…
હંસલાને ચારો જોવે સાચા મોતીનો રે જી,
અને બગલો ખાય કાદવને  ગારો ….મારા રાજ રે…
કોયલને કાગ બંને એક જ રંગના રે જી,
એ જી એ તો જઇને બેઠા આંબા ડાળે…મારા રાજ રે….
મીઠી રે લાગે ઓલી કોયલની બોલી રે જી,
એ જી એવી કડવી લાગે કાગ વાણી…મારા રાજ રે….
ગુરૂના પ્રતાપે સતી તોરલ બોલ્યા રે જી,
એ જી મારા સાધુડા અમરાપુરમાં મ્હાલે….મારા રાજ રે….

પ્રાચીન ભજન,સંતવાણી-ભજન,SANTVANI DHAM,BHAJAN,

SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago