BHAJAN

THAKAR AMANE MEL MA THELI – SANTVANI

THAKAR AMANE MEL MA THELI-BHAJAN LYRICS GUJARATI


ઠાકર અમને મેલમાં ઠેલી – સંતવાણી ભજન

રચનાઃ કવિ શ્રી કાગ બાપુ


આ ભજનને અંહીથી સાંભળો.

સ્વરઃ દલસુખ પ્રજાપતી


ઠાકર અમને મેલમાં ઠેલી,
તું છો એકલનો બેલી ….
જીવન કેને આશરે જઇએ,

ઠાકર અમને મેલમાં ઠેલી …… ટેક


કાલા ઘેલા અમે તારા કેવાણાં,

ને જપીયેં રૂડા તારા જાપ,
નાતો મારે કોઇનો નહીં,

અમે બીજે કયાં જઇએ બાપ ……ઠાકર અમને


યાદ તણા આડતિયાં તારાં,

શેઠ તું છે શાહુકાર,
તારું લેણું છે ત્યાં લગી,

બીજો ધીરશે નંહી તલભાર …..ઠાકર અમને


તારા મોંટાળા થી ત્રિકમા મારું

ગોવિંદ જાશે જ્ઞાન ,
મોંટાળો ન દિયે મિત્ર જે સાચો,

કદી ભીડ પડયે ભગવાન ……ઠાકર અમને


ગણિકા ના ગુના માફ કર્યા તેં,

હાથી તાર્યો અણવાર
મુંઆ વખતે મારા માવજી એમ જ,

સવળો થા સરદાર …. ઠાકર અમને


રાખજે તારી રીત પ્રમાણે ,

તુંય લેજે ઘણો તાગ,
કરોડ મોઢેજગ માંય કેવાણો,

હું કાનજી તારો કાગ …. ઠાકર અમને


ઠાકર અમને મેલમાં ઠેલી,
તું છો એકલનો બેલી ….
જીવન કેને આશરે જઇએ,

ઠાકર અમને મેલમાં ઠેલી ….


આ ભજનની MP3 FILE અંહીથી ડાઉનલૉડ કરો…

CLICK TO DOWNLOAD


SANTVANI DHAM , GUJARATI BHAJAN LYRICS,BHAJAN SANTVANI

KANUDA NE KOIYE BHALEL RE-BHAJAN LYRICS


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago