–
તુ કાળીને કલ્યાણી રે માં,
જ્યા જોવું ત્યાં જોગમાયા..ટેક
તુ તો ભક્તોનાં દુઃખ હરનારી રે,
જ્યા જોવું ત્યાં જોગમાયા..
તને ચારે તે યુગમાં વખાણી રે માં ,
જ્યાં જુવો ત્યા જોગમાયા ….
તુને પેલા તે યુગમાં જાણી રે માં,
જ્યાં જોવું ત્યાં જોગમાયા ….
તું તો શંકર ઘેર પટરાણી રે માં,
જ્યાં જોવું ત્યાં જોગમાયા ….
તું તો ભસ્માસુર હણનારી રે માં,
જ્યાં જોવું ત્યાં જોગમાયા ….
તુને બીજા તે યુગમાં જાણી રે માં,
જ્યાં જોવું ત્યાં જોગમાયા ….
તું તો રામચંદ્ર ઘેર પટરાણી રે માં,
જ્યાં જોવું ત્યાં જોગમાયા ….
તું તો રાવણ કુળ હણનારી રે માં,
જ્યાં જોવું ત્યાં જોગમાયા ….
તુને ત્રીજા તે યુગમાં જાણી રે માં,
જ્યાં જોવું ત્યાં જોગમાયા ….
તું તો પાંડવ ઘેર પટરાણી રે માં,
જ્યાં જોવું ત્યાં જોગમાયા ….
તું તો કૌરવ કુળ હણનારી રે માં,
જ્યાં જોવું ત્યાં જોગમાયા ….
તુને ચોથા તે યુગમાં જાણી રે માં,
જ્યાં જોવું ત્યાં જોગમાયા ….
તું તો હરીચંદ્ર ઘેર પટરાણી રે માં,
જ્યાં જોવું ત્યાં જોગમાયા ….
તું તો સત્યનાં કારણે વેચાણી રે માં,
જ્યાં જોવું ત્યાં જોગમાયા ….
તુ કાળીને કલ્યાણી રે માં,
જ્યા જોવું ત્યાં જોગમાયા..
આ ગરબાની MP3 FILE અંહીથી ડાઉનલૉડ કરો.
SUDAMAJI KRUSHNA NE KAHE-સુદામો કૃષ્ણજીને કહે છે
આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…