TU TO ANTAR NI VAT JANE CHHE AAI – MOGAL MA NI CHARAJ
તું તો અંતરની વાત જાણે છે આઇ – મોગલમાની ચરજ
રચનાઃ કવિ દાદ બાપુ
આ ભજનને અંહીથી સાંભળો.
તું તો અંતરની વાત જાણે છે આઇ,
તને કાંઇ કહેવું પડે નહીં કાંઇ,
તને કાંઇ કહેવું પડે નહીં કાંઇ,
બધી તારી નજરે કિતાબો ઉઘાડી,
નમો મંગલા રૂપ મોગલમા ……..
તારે હાથ તલવાર લેવી પડે નહીં,
તારે સિંહ અસ્વારી કરવી પડે નહીં,
તારે સિંહ અસ્વારી કરવી પડે નહી,
તારી કરણી નજરું દે દૈતેયો સંહારી,
નમો મંગલા રૂપ મોગલમાં.
તારું નામ લઇ લઇ રંકને ડરાવે,
ગમે નહીં તોય તુજને ભળાવે,
ગમે નહીં તોય તુજને ભળાવે,
દેજે ડારો એને જરા હે દયાળી,
નમો મંગલા રૂપ મોગલ માં.
મુક્યો હાથ માથે લીધા વારણા તે,
બંધાવ્યા સૂના ઘેર મા પારણા તે,
બંધાવ્યા સુના ઘેર મેં પારણા તે,
લીલી રાખજે દાદ કે વંશ વાડી,
નમો મંગલા રૂપ મોગલ મા.
આ ભજનની MP3 FILE અંહીથી ડાઉનલૉડ કરો.
SANTAVNI BHAJAN LYRICS,MOGAL MA NU BHAJAN
MOGAL CHHEDATA KALO -મોગલ છેડતા કાળો નાગ