TU TO CHAUD BHUVAN MA RAHETI – CHARAJ
તું તો ચૌદ ભુવનમાં રહેતી – મોગલમાની ચરજ
રચનાઃ અલગારી
આ ચરજને અંહીછી સાંભળો.
સ્વરઃ કિર્તીદાન ગઢવી
હે માં લળી લળી પાય લાગુ
હે દયાળી દયા માંગુ રે,
મોગલ માડી …
માઁ તું ચૌદ ભુવન માં રહેતી, ઉડંણમાં આભ લેતી,
છોરૂડાને ખમ્મા કે તી રે,
મોગલ માડી ……
લળી લળી પાય લાગુ …
દાઢાળી દેવ એવી, સુર નાગ નરે તુને સેવી,
તને કેવડીક કેવી રે,
મોગલ માડી …..
લળી લળી પાય લાગુ …….
ધાધંણીયા ઘેર આવી, તાત દેવસુર દિપાવી,
વંશ ચારણનો વધારી રે,
મોગલ માડી ….
લળી લળી પાય લાગુ …….
તું તો તરણ અને તારણ, વળી વંશને વધારણ,*
ચંડીકા તુ છો ચારણ રે,
મોગલ માડી …….
લળી લળી પાય લાગુ ……
ત્રિશૂળ લઇ ને હાથે, સૌ જોગણીની સાથે,
ભેળીયો ઓઢી માથે રે,
મોગલ માડી …….
લળી લળી પાય લાગુ …….
ધા સાંભળીને ધાજે, ગળગળો સાદ ગાજે,
મળવુ તને મલાજે રે,
મોગલ માડી ….
લળી લળી પાય લાગુ…
અલગારી રંગ દે છે, ભામીણા તોળા લ્યે છે,
તને ઉદો ઉદો કે છે રે,
મોગલ માડી …….
લળી લળી પાય લાગુ ……
આ ભજનની MP3 FILE અંહીથી ડાઉનલૉડ કરો.
ગુજરાતી ભજન,સંતવાણી ભજન
NAVIK VALATO BOLIYO -નાવિક વળતો બોલિયો