વચન વિવેકી જે નર ને નારી પાનબાઈ,
બ્રહ્માદિક લાગે તેને પાય,
યથારથ વચનની શાન જેણે જાણી,
કરવું પડે નહિ બીજું કાંઈ……. ટેક …..
વચનમાં સમજે તેને મહાસુખ ઉપજે ,
ગત રે ગંગાજી કહેવાય,
એકાંતે બેસી અલખને આરાધે,
પ્રભુજી પ્રસન્ન એને થાય….. વચન વિવેકી……
વચને સ્થાપન ને વચને ઉથાપન,
વચને મંડાય પ્રભુનો પાટ,
વચન ના પુરા ઇ તો નહિ રે અધૂરા,
લાવવો વચનનો ઠાઠ…… વચન વિવેકી…..
વસ્તુ વચનમાં છે પરિપૂરણ પાનબાઈ,
વચન છે ભક્તિ કેરો અંગ,
ગંગાસતી એમ બોલ્યાં ને,
કરજો વચન વાળાનો સંગ…… વચન વિવેકી….
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…
ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…