BHAJAN

VACHAN VIVEKI SADH SALUNA – SANTVANI

VACHAN VIVEKI SADH SALUNA – PRACHIN BHAJAN SANTVANI


વચન વિવેકી સાધ સલુણા – સંતવાણી જુની

રચનાઃ સંત દાસ દયાનંદ


CLICK TO DOWNLOAD MP3 


વચન વિવેકી સાધ સલુણા,

જે ને દેખીને મારા નેણાં ઠરે,

દેખીને મારાં નેણાં ઠરે ,

અમને એવા એવા કોઈ સંત મળે….. ટેક


સુખ ના સાગર અંતર ઉજાગર,

પ્રેમની નેમની પારખ કરે,

ગુરુના શબ્દ સન્મુખ હાલી,

અવિગતની ગતિ અંતર ધરે…. એવા એવા કોઇ સંત મળે…


નુરત નીવેડા દિયો નામના,

સુરત શબ્દને જઈ વરે,

શુન સેજ પર મળે કોઈ સુરા,

આઠે પહોર ત્યાં અમિ ઝરે ….. એવા એવા કોઇ સંત મળે…


નાભિ કમળથી નેડા લાગ્યા,

ત્રિફુટી મહેલ જઇ નુર ભરે,

ઈંગલા પીંગલા ઓર સૂક્ષ્મણા,

હિલ મિલ પિયુને પાયે પડે….. એવા એવા કોઇ સંત મળે…


  નાદની જાલરી વાગે નિરંતર,

રાગ છત્રીસ સુર ઝરે,

શ્યામ રાધિકા રાસ રમે ,

દેખી દેવના કારજ સરે….. એવા એવા કોઇ સંત મળે…


ક્રિયાના પુરા નહી અધૂરા,

શુરા થઈને મેદાને ચડે,

દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે,

ભવસાગરને સહેજે તરે…. એવા એવા કોઇ સંત મળે…


EK DIN SHVASHA TARI – SANTVANI BHAJAN


પ્રાચીન ભજન,સંતોની સંતવાણી,BEST BHAJAN LYRICS


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago