BHAJAN

VAN VAGADA NA VANAZARA – BHAJAN LYRICS

VAN VAGADA NA VANAZARA – SUPER HIT BHAJAN


વન વગડાંના વણઝારા – દેશી સંતવાણી ભજન

રચનાઃ અનામી


CLICK TO DOWNLOAD MP3


વન વગડાના વણઝારા,

મારગ બતાવે તને ગગનના તારા,

કાળી રાતનો માથે માંડવો,

મારગ છે નોધારા….  ટેક


કંટક કેડી ખેડી તારે જાવું દૂરને દેશ,

જડે નહીં તને જરીએ વિસામો વિખરાયેલો વેશ,

તારી ખેપમાં તે બાંધ્યા તા પાપ પુણ્યના ભારા….. વન વગડાના…..


તારા પગ થી ફૂલને પત્થર ઠેલે ઠેલા ખાય,

સુખદુઃખની ઇ અમથાં ઓળા આવે તેવા જાય,

તરસ્યા તન-મન મૃગજળ દેખી અંગે બળે છે અંગારા…. વન વગડાના….


કુડી કાયા ઉપર જુઓને જામે ધૂળનો ગોટો,

કંઈક પરબના પાણી પીતો ફૂટી જતો પરપોટો,

કયે આયખે આભ ફાટતું વહેતી નિર્મળ ધારા…. વન વગડાના….


તારે મારગે મળે નહીં ભોમિયો ભૂલી જાય પગથાર,

તારે માથે તે ધર્યો આ જીવનભરનો ભાર,

એ આવ્યો ધરતીનો છેડો તને કોણ કરે અણસારા….. વન વગડાના….


HO KANA BANSARI PE – BHAJAN SONG


અણમોલ ભજનો, સુપરહિટ સંતવાણી,SANTVANI DHAM BHAJAN

SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago