BHAJAN

VIDHI NA LAKHIYA LEKH – વિધિના લખીયા લેખ લલાટે

VIDHI NA LAKHIYA LEKH – GUJARATI BHAJAN LYRICS

વિધિના લખિયા લેખ લલાટે – ભજન સંતવાણી -VIDHI NA LAKHIYA LEKH

રચનાઃ કવિ અમૃત


 


VIDHI NA LAKHIYA LEKH આ ભજનમાં કવિ મનુષ્યનાં ભાગ્યની વાત આપણી સામે મુકે છે,વિધિ એટલે કે વિધાતા. વિધાતા દ્વારા આપણાં લેખ જે રીતે લખાય ગયાં હોય તે ક્યારેય મિથ્યા થતાં જ નથી,એવું આ ભજન દ્વારા માનવ સમાજને કહેવામાં આવ્યું છે.અંહિ કવિએ શ્રવણનો પ્રસંગ લઇને બોધ આપવાનું કામ કર્યું છે.તેમણે જે રીતે દશરથ રાજાનાં  હાથે અજાણતાં શ્રવણનો વધ થાય અને પછી તેના માતા -પિતા રાજા દશરથને શ્રાપ આપે છે અને તે શ્રાપનું પરીણામ દશરથ રાજાએ ભોગવવું પડે છે. આ પ્રસંગ દ્વારા કવિ સિદ્ધ કરી બતાવે છે કે આપણાં કરમમાં લખાયેલાં લેખ કોઇ મિથ્યા કરી શકતું નથી.


વિધિના લખિયા લેખ લલાટે,

સાચા થાય થાય થાય ….. ટેક


શ્રવણ કાવડ લઇને ફરતો,

સેવા માત-પિતાની કરતો,

તીરથે તીરથે ડગલાં ભરતો,

ચાલ્યો જાય જાય જાય ….વિધિના લખિયા …. (1)


શ્રવણ ચાલ્યો ઘડુલો ભરવા,

સેવા માત પિતાની કરવા,

ઘડુલો ભરતા મૃગલા જેવા,

શબ્દો થાય થાય થાય ….. વિધિના લખિયા ….. (2)


દશરથ મૃગલા રમવાને આવે,

શબ્દ સુણીને બાણ ચલાવે,

એ બાણે શ્રવણનો જીવ છોડી ,

ચાલ્યો જાય જાય જાય…. વિધિનાં લખિયા …. (3)


અંધા માત પિતા ટળવળતા,

દીધો શ્રાપ જ મરતાં મરતાં,

દશરથ પુત્ર વિયોગે મરતાં,

કરતા હાય હાય હાય ….. વિધિના લખિયા …. (4)


જ્યારે રામજી વન સંચરીયા,

દશરથ પુત્ર વિયોગે મરીયા,

અમૃત કહે છે દુઃખના દરીયા,

ઉભરાય જાય જાય જાય …. વિધિના લખિયા …. (5)


 


SANTVANI DHAM,GUJARATI BHAJAN LYRICS

સંત સમાગમ – ભજન સંતવાણી સાખીઓ


 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago