અજબ આ જગત છે, ઊંડા એના પાયા – ગુજરાતી ભજન ગીત
AJAB AA JAGAT CHHE,UNDA ENA PAYA – BEST GUJARATI BHAJAN
રચનાઃ અનામી
અજબ આ જગત છે, ઊંડા એના પાયા,
બધું જાણવા છતાં, મુકાતી નથી માયા…. ટેક
કોઈ શેર કે સવા શેર કદી એ ન થાજો,
થાવો તો ફક્ત એક પા સેર થાજો,
જગ્યા શેરની રાખીને બનજો સવાયા….. બધું જાણવા છતાં…..
જગત જીતવાની કરે મોટી વાતું,
પણ મનડું એક પોતાનું નથી જીતાતું,
એક તો સમયને બીજી એની છાયા…. બધું જાણવા છતાં
મરણમાં ન માને ગણેશ ને કોઈ,
માંડવડામાં હે રામ કહેતું નથી કોઈ,
પહેલે પગથિયેથી સમજે એ ડાયા…. બધું જાણવા છતાં
સમય આવે સુખનો તો જગત હાથ જોડે,
અંધારામાં પડછાયો પણ સાથ છોડે,
વખત આવે વહમો તો બધાએ પરાયા….. બધું જાણવા છતાં
સાચો રે ધણી પીર રામદે – રામાપીરનું ભજન