અમરાપુરની આશ કરો તો – ભજન ગીતોનો સંગ્રહ
AMARAPUR KI ASHA KARO TO – BEST GUJARATI BHAJAN LYRICS
રચનાઃ રવિદાસ
અમર પ્યાલો મારા સદગુરુ એ પાયો,
મન મસ્તાના ફિરુ દિવાના,
અમરાપુરની આશ કરો તો,
છોડો અહંકાર અભિમાના…. ટેક
કિતના લંબા કિતના છોટા,
કિતના બ્રહ્મ કા અનુમાના,
સોહી શબ્દ કા ભેદ બતાઓ,
ઓર છોડો અભિમાના….. અમરાપુર કી આશ કરો તો…
આભથી ઊંચા પવનથી ઝીણા,
આદમ હે અપરંપારા,
વધે ઘટે તેને રાખે બરોબર,
કાયમ હૈ કીરતારા,અમરાપુરની આશ કરો તો….
ભેદ વિનાના નર ધરોહર ભટકે,
મૂરખ લજાવે ઉજળા બાના,
આપ ન ખોજે પથ્થરને પૂજે,
ઓર ધરે કુડા ધ્યાના….. અમરાપુરની આશ કરો તો…
પ્રતીત વિનાના પંડિત કેવાણા,
ભલે વાંચે પુસ્તક પાના,
વૃત્તિ જેની વારી વળે નહીં,
પંડિત નામ ઠેરાયા….અમરાપુરની આશ કરો તો
અબ નહીં આવું અબ નહી જાવું,
અબ નહી ધરું કુડા ધ્યાના,
રવિદાસ ગુરુ ભાણ પ્રતાપે,
લખી દિયા પરવાના….અમરાપુરની આશિક કરો તો