આજ રે શામળિયે વહાલે – પ્રાચિન ગુજરાતી ભજન
AAJ RE SHAMALIYE VAHALE – DESHI GUJARATI BHAJAN SONG
રચનાઃ નરસિંહ મહેતા
આજ રે શામળિયે વહાલે,
અમ શું અંતર કીધો રે,
રાધિકાનો હાર હરીએ,
રુકમણી ને દીધો રે….. ટેક
શેરીએ શેરીએ સાદ પડાવું,
ઘેર ઘેર હિડુ જોતી રે,
રાણી રુકમણીની કોટે મેં તો,
ઓળખ્યા મારા મોતી રે…. આજ રે શામળિયે…
જાગતી તો લેવા ના દેતી,
કર્મ સંજોગે સુતી રે,
વેરણ નિંદ્રા મુને આવી,
હરી હરી કરીને ઉઠી રે….. આજ રે શામળીએ
ધમાણ મંગાવું ને ગોળા ધિકાવું,
સાચા સમ ખવડાવુ રે,
આજ તો મારા હાર કાજે,
નારદને તેડાવું રે…. આજ રે શામળીએ
રાધાજી અતિ રોષે ભરાણા,
નેણે નીર ન માય રે,
પો રે હરિ હાર અમારો,
નહીંતર જીવડો જાય રે…. આજ રે શામળીએ
થાળ ભરી શગ મોતી મંગાવ્યા,
અણવિંધ્યા પરોવ્યા રે,
ભલે રે મળ્યો નરસૈયાનો સ્વામી,
રુઠ્યા રાધાજી મનાવ્યા રે…. આજ રે શામળિયે