ઇશ્વર તું પણ છે વિજ્ઞાની – ગુજરાતી ભજન ગીત
ISHVAR TU PAN CHHE VIGYANI – GUJARATI BHAJAN LYRICS
આ ભજન અંહિથી સાંભળો….
Audio Playerઇશ્વર તું પણ છે વિજ્ઞાની,જવાબ દેને,
પથ્થર અંદર જીવ જીવેને,બંધ શ્રીફળમાં પાણી …. ટેક
જવાબ દેને પોલા નભમાં,
સુર્ય ચંદ્ર ક્યા રહેતા હશે,
જનનીના ઉદરમાં જીવ જીવેને,
વાયુ કયાંથી લેતાં હશે,
તું સરજાવે તું સંહારે,
રાખે નહી તું નિશાની…. ઇશ્વર તું પણ …..
જવાબ દેને પય પાન માટે,
જાદુગર તેં લોહીનું દુધ બનાવ્યું,
કયે કરમે આ જીવ અવતરે,
એ કોઇને ન સમજાયું,
કોને બંધન આમાં કોને મુક્તિ,
વાત રાખે છે છાની ….. ઇશ્વર તું પણ …..
અહિંથી આ ભજનની MP3 FILE ડાઉનલૉડ કરો….
GUJARATI BHAJAN LYRICS,GUJARATI BHAJAN MP3
SHAMBHU SHARANE PADI – SHIV STUTI