એક છે હરિ એક છે દુજો ન જાણો – સંતવાણી ભજન
EK CHHE HARI EK CHHE – PRACHIN BHAJAN SANTVANI
રચનાઃ કવિ કાનજી
એક છે હરિ એક છે દુજો ન જાણો જરી,
પાંચાલીને કારણ પહોંચ્યા હસ્તિનાપુર જો હરી….. ટેક
દુષ્ટ દુર્યોધન બેઠો, ભૂપ એ સભા ભરી,
એકલ સાડી ઓઢી અંગે ખેંચી લેવા ખરેખરી…. એક છે હરિ
ઝપટથી એણે ચીર ચાલ્યા, ક્રોધ દુશાસન કરી,
ભીષ્મને ગુરુ દ્રોણ બેઠા, મોઢા હેઠા જો કરી…. એક છે હરિ…
પાંડવ નારી ત્યારે પુકારી, બહુનામી હવે આવી કરી,
વારે ધાજો વિઠલા હવે તો, દ્વારે દ્વારાના ધણી…. એક છે હરિ
નગન કરવા ખેંચી નાખી, સતીએ સાડી પરહરી,
ત્યાં તો નવી સાડી નવા રંગની દ્રોપદી અંગે ધરી…. એક છે હરિ
ચંદ્રવંશી એ ચીર પુરીયા શામળે સ્નેહ કરી,
‘કાન’ લાંગડીઓ એમ કહે છે દુષ્ટ મનમાં રહ્યો ડરી…. એક છે હરિ