એવો અંજનીનો જાયો ઉડ્યો – દુલા ભાયા કાગનું ભજન
EVO ANJANI NO JAYO UDYO RE – SANTVANI LYRICS GUJARATI
રચનાઃ દુલા ભાયા કાગ
એવો અંજનીનો જાયો ઉડ્યો,
ઉડ્યો ઉડ્યો આજ ઉડ્યો,
તે દી ઓલા સમંદરના પાણીલા એ લોઢે ચડા,
એવો ધરણીમાં પર્વત ધારયો રે આ જ ધાર્યો રે,
આ પૃથ્વી માથે તો વજર પડ્યા….. એવો અંજનીનો જાયો
અંગદ કહે હું દરિયો ટપુ, મારાથી પાછું નહીં પોગાય રે,
જાંબુવત કહે ઘડપણ આવ્યું હવે આ દધી તરિયો ન જાય,
બજરંગ થાને બેઠો રે,
એવા યશના તારા રે નગારા ગડયા…. અંજનીનો જાયો
હાથ ગદાને હાકલ મારી, આભ લાગ્યું લંગુર,
અંગે અંગમાં બળ ઉભરાણું આજ,
હવે બજરંગને ભરપૂર,
એવી નજરો જળ પર નાખી,
તે દી ઓલી લંકાના ગઢ પર અગન જરે…. અંજનીનો જાયો
જેમ જેમ બિરદાવે વાંદરો,
તેમ તેમ ફુલ્યુ બજરંગનું તન,
સંભાળ લેતા સીતા તણીને જાણે ઉપડ્યું રામનું મન,
એ જેમ બળથી ને મચક એને દીધી,
જે દી પૃથ્વીના છેડા એક તૂટી પડ્યા….. અંજનીનો જાયો
બળ હતું બ્રહ્મચર્યનું સહુ કોઈ કરજો ખ્યાલ,
જેની વૃત્તિ હશે ડોલતી એની કાયા થશે નિરમાણ,
એવા વા છે ને કા છે જબરા રે,
એવા વજ્રના જેણે તાણા તો જડ્યા….. અંજનીનો જાયો