કંથળનાથની ગોદડી – ૩ -ગુજરાતી ભજન નો સંગ્રહ
KANTHALNATH NI GODADI:3 SANTVANI BHAJAN LYRICS
રચનાઃ દાસનાથ
કિલ્લાનું કામ ઝડપી ચાલે,
રાજાને હરખ ન માય,
જોત જોતામાં કિલ્લો થયો,
ને સરવે ઘેર જાય…રાજાને હરખ…
રાત પડી ને રાજા ઉંઘી ગયો ને
ગોદડીમાં દોરા તણાય,
ખળભળ કરતો ગઢ ગળયો ને
કિલ્લો ભંગાણો ત્યાંય…રાજાને હરખ…
સવાર થયું ને સીપાહી આવ્યા
સફાઈ કરવા ત્યાંય,
નથી ગઢ ને ક્યાં ગયો કિલ્લો
કોણે ભાંગ્યો રાત માંય…રાજાને હરખ…
રાજાને જઈને વાત કરી,
તો રાજા ક્રોધે ભરાય,
કડીયાને ફરી બોલાવો,
કિલ્લો બાંધવા ત્યાંય…રાજાને હરખ…
ભોંયરામાં નાથજી ભજન કરે ને
દોરો સીવે ગોદડી માંય,
દાસનાથ નાથ ભજયા વિના
કિલ્લો પૂરો નહીં થાય…રાજાને હરખ…