કોના રે મલાજા અમે કરીયે – સંતવાણી ભજન ગીત
KONA RE MALAJA AME KARIYE – BEST SANTVANI SONG
રચનાઃમીરાબાઇ
કોના રે મલાજા અમે કરીયે રાણાજી ક્યો ને,
કોની રે લાજું અમે કરીયે,રાણાજી ક્યો ને… ટેક.
રામના રે નામનો રાણાજી ગણેશ બેસાડીએ,
પ્રેમની રે પીઠી અમે ચોળીએ…
રાણાજી ક્યો ને કોના રે મલાજા…
આલા રે લીલા રાણા વાંસ રે વઢાવીએ,
નવરંગ ચુંદડી અમે ધરીએ…
રાણાજી કયો ને કોના રે મલાજા…
તાર ને તંબુરો રાણા તુલસીની માળા,
હરિના ભજનમાં અમે રહીયે…
રાણાજી ક્યો ને કોના રે મલાજા…
મીરાંબાઈ ગાવે રાણા ગિરધરના ગુણ,
શામળિયા વરને અમે વરીયે…
રાણાજી કયો ને કોના રે મલાજા…