કોને કહું દિલડાની વાતું – ગુજરાતી ભજન ગીત
KONE KAHU DILADA NI VATU – BEST GUJARATI BHAJAN
રચનાઃ દાસ સતાર
કોને કહું દિલડાની વાતું,
નથી રહેવાતું હવે નથી રહેવાતું… ટેક.
જેને જેને કહું તે તો કહ્યું નવ માને,
મૂરખ ગણીને મારે છે લાતું…નથી રહેવાતું હવે…
ઘેલા રે લોકો મારી ગત શું જાણે,
મારા તે રૂદિયામાં કાંઈ કાંઈ થાતું…નથી રહેવાતું હવે…
દિલના દરદ તો દર્દી દિલ જાણે,
ઓલ્યા વૈદોને નથી સમજાતું…નથી રહેવાતું હવે…
સુગરા મળે તો શાંતિ સ્થાપે,
નુગરા પાછળથી કરે છે વાતું…નથી રહેવાતું હવે…
કહે સતાર દાસ ભજો એક અવિનાશ,
ભક્તિ કરતાં રહે મન રાતું…નથી રહેવાતું હવે…
કાનજી તારી મા કહેશે – દેશી ભજન