ગુજરાતી લગ્નગીત – નગર દરવાજે સાંઢણી ઝોકારો
NAGAR DARWAJE SANDHANI ZOKARO …. GUJARATI LAGNA GEET
નગર દરવાજે સાંઢણી ઝોકારો માણારાજ,
મારું દલ રીઝે માણારાજ ….
સાંઢણીએ મશરૂ મંગાવો માણારાજ,
મારું દલ રીઝે માણારાજ ….
મશરૂનાં વીરના વાઘા સિવરાવો માણારાજ,
મારું દલ રીઝે માણારાજ ….
લાડલીની છાબ ભરાવો માણારાજ,
મારું દલ રીઝે માણારાજ ….
નગર દરવાજે સાંઢણી ઝોકારો માણારાજ,
મારું દલ રીઝે માણારાજ ….
ઇ રે સાંઢણીએ મોતી મંગાવો માણારાજ,
મારું દલ રીઝે માણારાજ ….
મોતીએ વીરના શીરપેચ ઘડાવો માણારાજ,
મારું દલ રીઝે માણારાજ ….
નગર દરવાજે સાંઢણી ઝોકારો માણારાજ,
મારું દલ રીઝે માણારાજ ….