જનમ પદારથ જાયે – ભજન સંતવાણી ગુજરાતની
JANAM PADARATH JAYE – PRACHIN BHAJAN LYRICS
રચનાઃ મુળદાસ લુહાર
જનમ પદારથ જાયે, વટાવડા આપણે વાટનાં,
વાટેને ઘાટે વિલંબ ન કિજીયે …..ટેક
આ દેહ છે દુર્લભ મોટામોટા દેવને,
પૂરણ ભાગ્ય હોય તો પમાય,
છતે ને હોતે વિગતે ન વાપરે,
ઇ નર અડસતિયા કહેવાય….. વટાવડાં આપણે …..
ઓલ્યા સરોવર તરૂવર બેઉ પરમારથી,
ખપે તે વેડીને ખાય,
નદિયું નીર સંઘરે નહીં પોતા તણાં,
નીર તો સાયરમાં સમાય…..વટાવડા આપણે ……
પંડ રે પોઢ્યા પ્રાગવડને પાંદડે,
દોઉ પંખી વસે એની પાસ,
આવા રૂડા શબ્દો સુણી જન હવે જાગજો,
મહારાજ કહે છે મુળદાસ …..વટાવડા આપણે …..