પીઠડ ના પરતાપે મારે પોબાર પાસા – માતાજીનું ભજન
PITHAD NA PARTAPE MARE POBAR PASA – MATAJI NU BHAJAN
રચનાઃ અલગારી
પીઠડ ના પરતાપે મારે પોબાર પાસા,
પીઠડમાં રાજી તો મારે નથી કોઈની આશા…..
પીઠડના પ્રતાપે જગ લીલું લીલું લાગે,
એના બાલુડા માટે રે માતાજી આઠે પહોર જાગે…..
પીઠડના પ્રતાપે મીઠા દરિયાના પાણી,
પીઠડમાં રાજી તો મારી સિદ્ધ થાય વાણી…..
ભલા રે ભામણા અમણી પીઠડ માના લઈએ,
અલગારી ભણે એને ઉદ્દો ઊદો કહીએ…