પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા – GUJARATI LAGNA GEET

PRATHAM SHREE GANESH BESADO RE – લગ્નગીત
પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા,
ગણેશની સ્થાપના કરાવો રે મારા ગણેશ સુંઢાળા.
તેત્રીસ કરોડ દેવતા સીમડીએ આવ્યાં,
હરખ્યા ગોવાળિયાના મન રે,મારા ગણેશ દુંદાળા.
તેત્રીસ કરોડ દેવતા વાડીએ પધાર્યા,
હરખ્યા માળિડાના મન રે,મારા ગણેશ દુંદાળા.
તેત્રીસ કરોડ દેવતા સરોવર પધાર્યા,
હરખ્યા પાણીયારીઓના મન રે,મારા ગણેશ દુંદાળા.
તેત્રીસ કરોડ દેવતા શેરીએ પધાર્યા,
હરખ્યા પડોશીઓના મન રે,મારા ગણેશ દુંદાળા.
તેત્રીસ કરોડ દેવતા તોરણે પધાર્યા,
હરખ્યા સાજનિયાના મન રે,મારા ગણેશ દુંદાળા.
તેત્રીસ કરોડ દેવતા માંડવે પધાર્યા,
હરખ્યા માતાજીના મન રે,મારા ગણેશ દુંદાળા.
તેત્રીસ કરોડ દેવતા માયરે પધાર્યા,
હરખ્યા વર કન્યાના મન રે,મારા ગણેશ દુંદાળા.
SANTVANI DHAM , GUJARATI LAGNA GEET LYRICS