વખતે વેલા આવી – ગુજરાતી ભજન
વખતે વેલા આવી,
શામળિયા પુરો ચિર …..ટેક
દુષ્ટ મતિ કૌરવ પતિ,
અંધ બન્યા છે અમીર,
ગઇ લાજ ફિર હાથ ન આવે,
મુને એની છે દિલગીર ….શામળીયા …. (1)
બળ કરી રાજા દુર્યોધન બોલ્યા,
લાગ્યા મુજને તીર,
પુકાર સુણી અબળા તણી,
વેલા આવો યદુવીર … શામળીયા … (2)
સત તણા પાંડવો ના પાવમાં,
જડેલા છે જંજીર,
આ વખતે મારો કોઇ નહીં,
મારા નયનુમાં ઝરે નીર …. શામળીયા ….. (3)
ભરી સભામાં માતા દ્રોપદીને લાવ્યાં,
ખેંચવા લાગ્યા ચિર,
પિંગલના પ્રભુ નાથ પધાર્યા,
વાલે પલમાં પુરયા ચિર …. શામળિયા ….. (4)
BHAJAN LYRICS GUJARATI,SANTVANI DHAM