વાણી રે વાણી મારા ગુરૂજીની – લોકપ્રિય ભજન
VANI RE VANI MARA GURUJI NI – GUJARATI BHAJANS
રચનાઃગોખનાથ
વાણી રે વાણી મારા ગુરુજી ની વાણી,
જીવતા પરણાવી બાવાજીએ મુવે ઘેર આણી…. ટેક
ખેતર પાક્યુંને રખોપિયાને ખાધો,
ઊલટો મૃગો ઓલા પારાધીને બાંધ્યો…. વાણી રે વાણી
હેઠે હાંડીને ઉપર ચુલો ચડ્યો,
નેવાના પાણી આજે મોભે રે ચડ્યા….. વાણી રે વાણી
ભેંસ વળોધે ખીલો રે દુજે,
સાસુજી પરણી વહુ રે હિંચોળે…. વાણી રે વાણી
આભ રે તરસે ને જમીન વરસે,
ઊલટો માછલીયે ઓલા મગરને ગળ્યો…. વાણી રે વાણી
મચ્છંદર પ્રતાપે જતી ગોરખ બોલ્યા,
મારી રે મમતાને ભયા અવધુતા…. વાણી રે વાણી