શંભુને રટી લે, ભોળાનાથને – દેશી ભજન ગીત
SHANBHU NE RATI LE – BHAJAN SANTVANI LYRICS
શંભુને રટી લે, ભોળાનાથને રટી લે,
છોડ દુજા પાઠ, દીનાનાથ રટી લે, મના…. ટેક
કાશીમાં કેસર વવરાવ્યું, ચંદનનો પ્રકાશ,
દુજી વવરાવુ હરણી વેલા, ધતુરો કૈલાસ, મના….. શંભુને રટી લે….
જોગીજીના બટવામાં, કાંઈક કાંઈક છે,
લવિંગ સોપારી એલચી ધતુરાના બીજ, મના….. શંભુને રટી લે….
કોઈ ચડાવે ગંગાસાગર, કોઈ ચઢાવે દૂધ,
કોઈ ચડાવે બીલીપત્ર કોઈ ચડાવે ભભુત….શંભુને રટી લે….
રાજા ચડાવે ગંગા સાગર,રૈયત ચઢાવે દૂધ,
બ્રાહ્મણ ચડાવે બીલીપત્ર, જોગી ચડાવે ભભુત, મના,,,,, શંભુને રટી લે….
કોઈ માંગે અનિયા ધનિયા, કોઈ માંગે પુત્ર,
કોઈ માગે નિર્મલ કાયા, કોઈ માંગે રૂપના,મના…… શંભુને રટી લે….
નિર્ધન માંગે અનિયા ધનિયા,વાંઝિયા માંગે પુત્ર,
રોગી માંગે નિર્મળ કાયા, રાજા માંગે રૂપ,મના …….શંભુ ને રટીલે
ભાંગવડી કા ભજીયા બનાયા, ધતુરે કા શાક,
પિરસે મૈયા પારવતીને, જમે ભોળાનાથ,મના…… શંભુ ને રટીલે
પાર્વતી શિવને અર્ધ અંગા, ગંગા ચાપે પાવ,
ગજાનન ગૌ ધેનુ ચારે, લક્ષ્મી ઢોળે વાયુ, મના…… શંભુને રટી લે….
રાજા રામચંદ્રજી સ્તુતી ગાવે, સીતા ઘૂંટે ભાંગ,
લક્ષ્મણજી તો કરે આરતી, હનુમો ફુકે શંખ, મના….. શંભુને રટી લે….