શિવ ભજન – બમ બમ લહેરી ઓમ શિવ લહેરી – ગુજરાતી ભજન ગીત
BAM BAM LAHERI OM SHIV LAHERI – GUJARATI BHAJAN SONG
રચનાઃ નરસિંહ મહેતા
બમ બમ લહેરી ઓમ શિવ લહેરી સબ ગાવે,
અગડ બમ શિવ લહેરી અગડ બમ શિવ લહેરી …..ટેક
નારદજીની વીણા બોલે,શિવજીનું ડમરું બોલે,
શિવ લહેરી રે ઓમ શિવ લહેરી …..બમ બમ લહેરી….
ગંગાજીની ધારા બોલે,ઘટોઘટ માંહી બોલે,
શિવ લહેરી રે ઓમ શિવ લહેરી ……બમ બમ લહેરી ……
શ્યામ કેરી બંસી બોલે,મીરાંનો એકતારો બોલે,
શિવ લહેરી રે ઓમ શિવ લહેરી ……. બમ બમ લહેરી …..
બ્રહ્માજીનાં વેદ બોલે,અંતરના ભેદ ખોલે,
શિવ લહેરી રે ઓમ શિવ લહેરી ….. બમ બમ લહેરી …..
નરસિંહનો કેદારો બોલે,સંગ એકતારો બોલે,
શિવ લહેરી રે ઓમ શિવ લહેરી …..બમ બમ લહેરી…..
હરિ કો બિકાને નીકલી ગુજરીયા – દેશી સંતવાણી
SANTVANI DHAM BHAJAN LYRICS