સંતોની ભજન સાખી – ગુજરાતી સાખીઓનો શ્રેષ્ઠ સંગ્રહ
SANTVANI SAKHI LYRICS IN GUJARATI
ધાંગા સાંટે ધૂપતીને,
તે સાવટ પૂર્યા ચીર,
એવો વેવારૂ છો વીર,
સાચો શેઠ તું શામળા…..
મારી અંત વેળાએ એકલો,
નટવર આવીશ ના,
ભેળી રાધા મા,
સાથે લાવજે શામળા…..
પ્યારા કાગળ પ્રેમનો,
વાંચી તું વ્રજરાજ,
આ અંતરઘટની આજ,
સાંભળ અરજી શામળા…..
ગોકુળીયુ ગમતું નથી,
જમના ખારી ઝેર,
વ્હાલા સાથે વેર,
તે સિદને કરાવ્યું શામળા…..
મેડી મંદિર અને માળિયા,
બાગ ફુલ બહાર,
મળતા વેત મોરાર,
તું છુપ્યો અમથી શામળા….
ગોપ તળાવે ગોપયો,
ભેળીયુ થયુ ભગવાન,
ચીર હરેન શ્યામ,
સંતાઈ જાતો શામળા…..
ના આવી બાવા નંદની,
મોબત તને મોઢાની,
આ લોભેય લોઢાની,
છાતી કીધી તે શામળા…..
દામેણી ન દાગવી,
મેં ઓધા માધા,
શા સારુ સગા,
સામુ ન જો શામળા….