સમજી જાજો શાનમાં કાયમ નથી – ભજન ગીત ગુજરાતી
SAMAJI JAJO SHAN MA – DESHI SATVANI BHAJAN
રચનાઃ કવિ શ્રી બાપલ
સમજી જાજો શાનમાં કાયમ નથી અંહિં રહેવાનું,
ઠાલા ઠાઠ થઇને શું ફરો છો,જનમ્યા ઇ તો જાવાના….
માનવતાનું માતમ મોટું ખવડાવીને ખાવાનું,
હળી મળીને હસતા રહેજો,જનમ્યા ઇ તો જાવાનાં…..
ઉજળા મને આનંદ માણો,પાછળથી પછતાવાનું,
બચકા તારા બિંધ્યા રહેશે, જનમ્યા ઇ તો જાવાનાં…..
ઉઘાળા હોય એને ઢાંકી દેજો,એક દી ઉધાડા થાવાનું,
ખાપણ તારું ખેંચી લેશે,જનમ્યા ઇ તો જાવાનાં…..
બાપલ બનાવો બાગ બગીચા,આ મેડીયુંથી મલકાવાનું,
આખર સુવાનું સ્મશાને,જનમ્યા ઇ તો જાવાનાં…..