સમરુ તો સુધરે મનખા મેરા રે – પ્રાચીન ભજન સંતવાણી
SAMARU TO SUDHARE MANAKHA MERA RE – DESHI BHAJAN GEET
રચનાઃ દાસ હોથી
સમરુ તો સુધરે મનખા મેરા રે,
નબીજી રે તું હી હો નબીજી…. ટેક
અલ્લા હો નબીજી,
રામને રહીમ તમે એક કરી માનો
તું હી રે નબીજી,
મીટ જાય ચોર્યાસીના ફેરા, તુહી રે નબીજી
અલ્લા હો નબીજી,
કાચી માટી કેરા પુતલા બનાયા,
તું હી રે નબીજી,
રંગ તો લગાયા ઘેરા ઘેરા, તું હી રે નબીજી
અલ્લા હો નબીજી,
હાથે મીઢોળ અંગે કેસરિયા વાઘા,
તું હી રે નબીજી,
શીર પર ફુલડા હુદા હુદા, તું હી રે નબીજી ….
અલ્લા હો નબીજી,
ખુટ ગયા તેલ અને બૂજ ગઈ બતીયા,
તું હી રે નબીજી,
ઘંટડે મે હો ગયા ઘોર અંધેરા…. તું હી રે નબીજી
અલ્લા હો નબીજી,
સિકંદર સુમરાની લજ્જા તમે રાખી,
તું હી રે નબીજી,
ગરીબ ગુલામ હોથી તેરા….. તુહી રે નબીજી
જાણે કોઇ અનુભવી જ્ઞાની – દેશી સંતવાણી ભજન
BEST SANTVANI BHAJAN SONG WEBSITE