સાખીઓ – સંતવાણીની સુવાસ – ત્રિકમ સાહેબની સાખીઓ
SAKHI – SANTVANI BHAJAN GUJARATI LYRICS
રચનાઃ ત્રિકમ સાહેબ
ધારે તેને ઢૂકડા, દલહીણાથી દૂર,
જે સંતન કી નિંદા કરે, જાસે પાણીને પુર.
ધારે તેને ઢૂકડા, દલહીણાથી દૂર,
ખીમ સાહબ કા બાલકા, ભાળ્યા તા ભરપૂર.
ધારે તેને ઢૂકડા, રાખે જે વિશ્વાસ,
ખીમ સાહબ કા બાલકા બોલ્યા ત્રિકમદાસ.
બાના દેખી નમણા, નહીં કેણી કા કામ,
તરવરમાં કાંટો ભયો, છાયામાં સુંદર શ્યામ.
મધ્યમ હોકર ઉપર ચલે, ઉત્તમ જીવ કે પાસ,
વચન માને, સન્મુખ રેવે, કહેવે ત્રિકમદાસ.
રામ લંક પર સંચર્યા, અઢાર પદમ દળ સાથ,
તેદી સૈન્યમાં છડીદાર એમ બોલ્યા ત્રિકમદાસ.