સાચો રે ધણી પીર રામદે – ગુજરાતી ભજન સંતવાણી
SACHO RE DHANI PIR RAMADE – BEST GUJARATI BHAJAN
રચનાઃ ભાટી હરજી
એવા માતા રે મીનળદેના જાયા પીર રામદે,
પીર મારા નોંધારાના આધાર રે બાવા,
સાચો રે ધણી પીર રામદે…. ટેક
કાંધે રે કામળને હાથમાં ગેડીયો,
પીર મારા ગાયો ના બન્યા રે ગોવાળ… સાચો રે ધણી
રામો રે રમે છે રંગ મહેલમાં,
પીર મારા રમે દેવળિયા મોજાર…. સાચો રે ધણી
મધ રે દરિયામાં પુકારે વાણિયો,
બુડતા તાર્યા વાણીયાના વાણ…. સાચો રે ધણી
વણઝારા ના વચનો રામે સુર્યા,
મીસરીની કરી દીધી લુણ…. સાચો રે ધણી
હરિ ચરણે ભાટી હરજી બોલ્યા,
દેજો અમને તમારા ચરણોમાં વાસ…. સાચો રે ઘણી